ગુજરાતી

ક્વિટ ટોબેકકો પ્રોગ્રામ

Freedom from Tobacco

ડો. જાગૃતિ ચસ્માંવાલા ના ક્વિટ ટોબેકકો પ્રોગ્રેમ માં આપનું સ્વાગત છે.

 

પ્રિય મિત્રો,

શું તમને અથવા તમારા આપ્તજનોને તમાકુની આદત છોડવી છે?

આપણે સાથે મળીને શું પ્રાપ્ત કરી શકીએ તે જાણવા માટે આ પાનાં પર આપેલી માહિતી ધ્યાન થી વાંચો.

સ. ૧ તમાકુની આદત એટલે શું?

આમાં તમાકુ ચાવવું, ચગળવું, સુંઘવું તથા ધુમ્રપાન કરવું આ બધાનો સમાવેશ થાય છે

જેમકે:

 • સિગારેટ
 • બીડી
 • સિગાર
 • હુક્કો વિગેરે
 • તમાકુ વાળો પાન
 • ગુટકો
 • માવો
 • ચૂનો+તમાકુનું મિશ્રણ
 • છીકણી
 • બજર
 • મશેરી
 • ડેન્તોબક (DENTOBAC), ઈપ્કો (IPCO) જેવી તમાકુની પેસ્ટ વિગેરે.

સ. ૨ તમાકુની કુટેવ કેવી રીતે છૂટે?

પ્રથમ તો તમારે આ પ્રોગ્રામ પૂર્ણ કરવાનો દ્રઢ નિશ્ચય કરી લેવો પડે. તો જ અમે તમારી મદદકરી શકીએ. કોઈ પણ વય ના પુરુષ અને સ્ત્રી આ પ્રોગ્રામ માં ભાગ લઇ શકે છે.

સ.૩ આ ઈલાજ કેટલો વખત ચાલે?

આશરે ૨૦ થી ૩૦ દિવસ સુધીચાલે.

સ.૪ કેટલી વાર ડોક્ટર પાસે જવું પડે?

૩ થી ૬ વાર. શક્ય બને તો પેહલીવાર તમારી સાથે તમારા કુટુંબના સભ્યને સાથે લાવવા. દા.ત. પત્ની,માં,બહેન,દીકરી, વિગેરે.

સ.૫ નિષ્ણાત પાસે શા માટે જવું જોઈએ?

તમાકુની વ્યસનમુક્તિ માટે વિવિધલક્ષી સારવાર જરૂરી હોય છે. નિષ્ણાતના અભિગમ થી સનમુક્તિ અસરકારક અને ઓછા સમય માં સફળતાપૂર્વક થાય છે. જાતે તમાકુ છોડનાર ૧૦૦ માંથી ૩ વ્યક્તિજ સફળ થતી હોય છે.

સ.૬ આ ઉપાય ક્યારે શરુ કરવો જોઈએ?

પ્રોગ્રામ પૂર્ણ કરવાનો દ્રઢ નિશ્ચય કર્યાં પછી તરતજ.

સ.૭ ઘણી વાર પ્રયત્ન કરવા છતાં આ કુટેવ છુટ્ટી નથી.

પ્રયત્ન કરવો એ સારી નિશાની છે. ઉપર જણાવ્યા મુજબ, જુજ વ્યક્તિજ જાતે સફળતા પામે છે. ટલેજ નિષ્ણાતની મદત સફળ બને છે.

સ.૮ તમાકુનો કોઈ કોઈકજ વાર ઉપયોગ કરવો બરાબર છે?

ખોટું! તમાકુની આદત કોઈ કોઈક વારજ ઉપયોગ કરવાથી શરુ થતી હોય છે. તમે નસીબદાર છો કે આ માહિતી તમને મળી છે.

સ.૯ મને ૪૦ વર્ષોથી તમાકુનો વ્યસન છે. શું મારી આદત છૂટી શકે?

જરૂર! ગમે તેટલી જૂની કુટેવ છુટી શકે છે.

સ.૧૦ મને વ્યસનમુક્ત થવું છે, પણ બેચેની, ચિંતા, તલપ વિગેરેનું શું?

તમાકુ છોડવાની આ બધી આડઅસરો તરતજ વર્તાય છે અને ત્યારે તેમને દવાની મદત થી કાબુમાં લઇ શકાય છે. દવાના પહેલા ખોરાકથીજ આડઅસરો તદન ઓછી થઇ જાય છે. પરિણામે તમાકુ છોડવાનું તદન સરળ બની જાય છે.

સ.૧૧ દવા કેવી રીતે અસર કરે છે?

દવાઓ આડઅસરોને કાબુમાં લેવા સાથે તમાકુનો ચસ્કો નાબુદ કરે છે. છેવટે તમાકુની આદત છૂટી જાય છે.

સ.૧૨ ઈલાજનો ખર્ચ કેટલો આવે છે?

આદતના ખર્ચ કરતા ઈલાજનો ખર્ચ નજીવો છે.

સ.૧૩ સફળતા મેળવવા માટે મારે શું કરવું પડશે?

તમારો નિશ્ચય+અમારી મદદ = સફળતા