તમાકુ ને તિલાંજલિ


જોયા ઘર, પરિવાર, ધન, દૌલત

છતાંય પસંદગીમાં કરી બેઠા ગફલત

મુરતિયાને લાગી હતી તમાકુની લત

જમાઈ અમારાને ગુટકાની આદત

 

આજે સવારે ગુજરી ગયા

રસોડામાં બેઠી હતી રાંધવા

૩૦ મિનીટમાં વ્હાલી દીકરી બની વિધવા!

 

હજીતો ઉમર પણ ન્હોતી થઇ

અમે રોતા કકળતા રહી ગયા

લોકો તો ઉચકીને સ્મશાને લઇ ગયા!

 

‘આમ તો નખમાંય ન્હોતો રોગ’

તમાકુએ લીધો હજુ એક ભોગ

 

ધંધો, ધાપો, મિલકત, મકાન

છેલ્લે કાંઈ ન આવ્યું કામ

બસ વ્યસન પર મૂકો પૂર્ણવિરામ

 

તમાકુ છોડો, એકજ ધ્યેય

આજે છે ૩૧મી મે

હાંજી, WORLD NO TOBACCO DAY!

 

આજેજ આપો તમાકુને તિલાંજલિ

નહીતો સગા આપશે આપને

અકાળે શ્રદ્ધાંજલિ!, અકાળે શ્રદ્ધાંજલિ!

 

ડો. જાગૃતિ ચસ્માવાલા, ક્વિટ ટોબેકો પ્રોગ્રામ, www.qtpmumbai.com,

ફોન: ૦૯૮૬૯૬૫૬૫૬૫


Download the above Poem as Brochure